ખેડૂતો માટે ખુશખબર, લોન ચૂકવણીની મુદતમાં સરકારે આપી દીધી આટલી મોટી રાહત

કોરોના વાયરસ (coronavirus) ને પગલે દેશમાં 21 દિવસનું લોકડાઉન કરાયું છે. જેમાં ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે. Coronavirus Lockdown ને પગલે ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંકોમાંથી લેવાયેલી તમામ ટુંકા ગાળાની પાક ધિરાણ ચુકવણીની તારીખ 2 મહિના વધારી દીધી છે.

લોનની ચૂકવણી 4 ટકાના વ્યાજદરે કરવાની

સામાન્ય રીતે 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ પાક ધિરાણની ચુકવણી કરી દેવાની હોય છે. જેને વધારીને 31 મે કરી દેવામાં આવી છે. અર્થાત્ હવે કેડૂતોએ 31 મે સુધી પોતાના પાક ઋણને કોઈ પણ વધારાના વ્યાજદર સિવાય ફક્ત 4 ટકાના વ્યાજદરે જ ચુકવણી કરવાની રહેશે. કિસાન ક્રેડિટ કાર્ડ સાથે લગભગ 7 કરોડ ખેડૂતો જોડાયેલા છે.

પાકની લણણીમાં પણ મુશ્કેલી

કેન્દ્રિય કૃષિ અને કલ્યાણ મંત્રાલયના મંત્રી નરેન્દરસિંહ તોમરે જણાવ્યું હતું કે Coronavirus મહામારીને રોકવા માટે લગાડવામાં આવેલા લોકડાઉનમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી સમયસર કૃષિ ઉત્પાદનોનું વેચાણ ન થવાને કારણે ખેડૂતોને કૃષિ ધિરાણ ભરવામાં મુશ્કેલી પડી શકે છે. આ માટે તેઓને વિશેષ લાભ આપવામાં આવે છે. જેના કારણે પાક કાપણીમાં પણ કોઈ મુશ્કેલી પડશે નહીં.

સરકારે વધતા વ્યાજ ઉપર આપી રાહત

ખેતી-ખેડૂતો માટે કેસીસી પર લેવામાં આવેલ ત્રણ લાખ રૃપિયા સુધીનું લોન વ્યાજદર આમ તો 9 ટકા જ છે, પરંતુ તેમાં 2 ટકા સબસિડી આપે છે. જે 7 ટકા સુધી પડે છે, પરંતુ સમયસર પરત કરી દેવા પર 3 ટકા છૂટ મળે છે. આ રીતે સમયસર ચુકવણી કરનાર ખેડૂતોને આ લોન 4 ટકા પર રહે છે. જો ખેડૂત 31 માર્ચ સુધી અથવા સમયસર બેંકમાં ચુકવણી નથી કરી શકતા તેના 7 ટકા વ્યાજ ચુકવવું પડે છે. કોવિડ-19 નું સંકટ જોતા સરકારે આ વધતા વ્યાજ ઉપર રાહત આપીને 31 મે સુધી ચુકવણી કરનાર ખેડૂતને ફક્ત 4 ટકા જ વ્યાજ ચુકવણી પર જ પૈસા પાછા લેવામાં આવશે.

બાગાયતી ખેતી માટે આંતરરાજ્ય અવર-જવર પર છૂટ

લોકડાઉન સમયમાં કૃષિ ઉત્પાદક મંડળીઓ, ખાતરની દુકાનો, ખેડૂતો અને ખેતી માટે કરવાના કાર્યો માટે પહેલેથી જ છૂટછાટ આપી દીધી છે. પાક કાપણી અને વાવણી માટે તેમજ બાગાયતી ખેતી માટે યાંત્રિક આંતરરાજ્ય અવર-જવર પર પણ છૂટ આપી છે.

વિડીયો જુઓ : ક્લિક કરો 

Subscribe to receive free email updates:

0 Response to "ખેડૂતો માટે ખુશખબર, લોન ચૂકવણીની મુદતમાં સરકારે આપી દીધી આટલી મોટી રાહત"

Post a comment